કિરણ હોસ્પિટલ સુરત આયોજીત "મિશન હેલ્થ કેર" કાર્યક્રમ માં નામાંકિત ડોક્ટરો દ્વારા આરોગ્ય વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તદઉપરાંત સુરતની તમામ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ / મંડળો નું વિશેષ સન્માન કરવામાં આવશે.
 • તેમાથી લક્કી ડ્રો દ્વારા વિજેતા 100 સમિતિઓને દરેક સમિતિને રૂપિયા 11,000 નો ચેક અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ગણેશ ભક્તોને હેલ્થ ચેકઅપ ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવશે. જે ડિસ્કાઉન્ટ કૂપન કિરણ હોસ્પિટલના રૂપિયા 1 હજાર થી 25 હજાર સુધીના વિવિધ હેલ્થ ચેકઅપ પેકેજમાં 50% ના ડિસ્કાઉન્ટ કૂપન તરીકે માન્ય રહેશે.
  વર્ષોથી તાપી મૈયામાં વિસર્જન થતી ગણેશ પ્રતિમાઓને સુરતની ગણેશ ઉત્સવ સમિતિઓ દ્વારા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરીને નવો ઇતિહાસ રચ્યો છે. નવો ઇતિહાસ રચનાર શ્રી ગણેશ ઉત્સવ સમિતિ / મંડળો નું કિરણ હોસ્પિટલ વિશેષ સન્માન કરવા ઈચ્છે છે.
સુચના:
 • 1. કાર્યક્રમ તારીખ : 06/01/2019 ને રવિવાર,
  સમય : સાંજે 03:00 કલાકે
  સ્થળ : ડી.એમ.ડી. પાર્ટી પ્લોટ, જોલી પાર્ટી પ્લોટ સામે, ઉધના-મગદલ્લા રોડ (યુનિવર્સીટી રોડ), વેસુ, સુરત
 • 2. અમો આપશ્રીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે દરેક ગણેશ ઉત્સવ સમિતિ /મંડળો એ ગણેશ ઉત્સવ સમિતિ /મંડળો નાં નામથી ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
 • 3.રજીસ્ટર થયેલ ગણેશ ઉત્સવ સમિતિ / મંડળોના સદસ્યોને કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ પ્રવેશ પાસ અને ભોજન પાસ આપવામાં આવશે.
 • 4. વધુ માહિતી માટે સંપર્ક: Mo:7016863706 Tel: 0261-7161111
રજીસ્ટ્રેશન